KuberaNowLogo
Tuesday, 18/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

WhatsApp

+91 99042 77760

EV બિઝનેસની બહાર Ola Electricનો મોટો દાવ; 6.26 MWh સુધીના Energy Storageથી નવા revenue engineની તૈયારી

Ola Electric હવે માત્ર electric scooter company તરીકે સીમિત રહેવા માગતી નથી. કંપનીએ homesથી લઈને commercial facilities અને utility-scale grid સુધી ઉપયોગમાં લઈ શકાય તેવું સંપૂર્ણ Battery Energy Storage System (BESS) portfolio રજૂ કર્યું છે. Shakti Gen2, Shakti Rack અને Mahashakti સાથે કંપનીએ 4.6 kWhથી લઈને 6.26 MWh સુધીના energy storage marketમાં પ્રવેશ વધાર્યો છે.

KuberaNow
desk@kuberanow17 Aug 2026
InstagramFacebookXLinkedIn
ola-electric-launches-shakti-gen2-mahashakti-bess-home-grid-energy-storage-india

Ola Electric હવે માત્ર electric scooter company તરીકે સીમિત રહેવા માગતી નથી. કંપનીએ homesથી લઈને commercial facilities અને utility-scale grid સુધી ઉપયોગમાં લઈ શકાય તેવું સંપૂર્ણ Battery Energy Storage System (BESS) portfolio રજૂ કર્યું છે. Shakti Gen2, Shakti Rack અને Mahashakti સાથે કંપનીએ 4.6 kWhથી લઈને 6.26 MWh સુધીના energy storage marketમાં પ્રવેશ વધાર્યો છે.


આ expansion એવા સમયે આવ્યું છે જ્યારે Ola Electricના core electric two-wheeler business પર revenue pressure જોવા મળી રહ્યું છે. Q1 FY27માં કંપનીની revenue from operations 45% ઘટીને ₹295 crore થઈ હતી, જોકે net loss અગાઉના વર્ષના ₹428 crore સામે ઘટીને ₹336 crore રહ્યો હતો. આવી સ્થિતિમાં energy storage business કંપની માટે revenue diversification ઉપરાંત Gigafactoryમાં બનતા battery cellsની demand વધારવાનો મહત્વનો રસ્તો બની શકે છે.


Homeથી Grid સુધી એક જ Battery Platform

નવા portfolioમાં residential users માટે Shakti Gen2, commercial અને industrial customers માટે Shakti Rack તથા utility-scale projects માટે Mahashakti મૂકવામાં આવ્યું છે. આ સમગ્ર range LFP cell technology પર આધારિત છે અને કંપની પોતાના battery cells, battery packs તથા energy storage systemsની integrated manufacturing capabilityનો ઉપયોગ કરવા માગે છે.


Residential segmentમાં Shakti Gen2નું 4.6 kWh variant 3 kW power સાથે introductory price ₹99,999માં રજૂ કરાયું છે. 9.2 kWh capacity અને 6 kW power ધરાવતું મોટું model ₹1,74,999માં ઉપલબ્ધ કરાયું છે. બંને models માટે delivery November 2026થી શરૂ કરવાની યોજના છે. Systems Wi-Fi, 4G અને App-based control સપોર્ટ કરે છે તથા solar power સાથે integration માટે પણ design કરવામાં આવ્યા છે.


Ola Electricએ સાથે standalone MPPT Solar Charge Controller પણ રજૂ કર્યું છે, જે 3 kW અને 6 kW configurationમાં ઉપલબ્ધ રહેશે. તેની કિંમત ₹39,999 રાખવામાં આવી છે અને rollout March 2027થી થવાની યોજના છે. આ product દ્વારા કંપની home battery સાથે rooftop solar ecosystemને પણ capture કરવાનો પ્રયાસ કરી રહી છે.

Commercial customers માટે Shakti Rack

Commercial અને industrial market માટે Shakti Rackને AC અને DC versionsમાં વિકસાવવામાં આવ્યું છે. તેનો ઉપયોગ factories, warehouses, commercial buildings અને અન્ય facilitiesમાં grid outage દરમિયાન critical loads ચાલુ રાખવા તથા peak-hour electricity demand ઘટાડવા માટે થઈ શકે છે. System modular હોવાથી એક rackથી શરૂઆત કરીને facilityની જરૂરિયાત મુજબ capacity વધારી શકાય છે.

આ segment Ola Electric માટે ખાસ મહત્વનો બની શકે છે. કંપનીના FY26 disclosures અનુસાર Shakti platform માટે 50,000થી વધુ customer leads મળી હતી, જેમાં telecom companies, petrol pumps, retail chains અને dark stores જેવા commercial usersનો સમાવેશ થતો હતો. આ demand pipeline energy storageને experimental businessમાંથી meaningful revenue vertical બનાવવાની સંભાવના દર્શાવે છે.


Mahashaktiથી utility-scale storage market પર નજર

Portfolioનું સૌથી મોટું product Mahashakti છે, જે large-scale commercial અને utility applications માટે બનાવવામાં આવ્યું છે. એક Mahashakti rack 257 kWh energy capacity અને 125 kWથી વધુ expandable power capability આપે છે. જ્યારે containerised Mahashakti system 6.26 MWh energy capacity અને 2.5 MW સુધી power output માટે design કરવામાં આવ્યું છે.


આ પ્રકારના systems renewable energyમાંથી surplus power store કરીને demand વધે ત્યારે supply કરી શકે છે. સાથે peak shifting, energy arbitrage અને grid stability જેવા use casesમાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. એટલે Ola Electricનો આ દાવ માત્ર backup battery market સુધી મર્યાદિત નથી, પરંતુ લાંબા ગાળે utility અને renewable-energy infrastructure supply chainમાં જગ્યા બનાવવાનો છે.


બિઝનેસ દૃષ્ટિએ Ola Electric માટે energy storageમાં પ્રવેશનું સૌથી મોટું મહત્વ તેની battery manufacturing capacityના utilisationમાં છે. EV sales પર સંપૂર્ણ નિર્ભરતા ઘટાડીને residential, commercial અને grid-scale storageમાંથી cell demand ઊભી થાય તો Gigafactory માટે utilisation અને operating leverage બંને સુધરી શકે છે. કંપનીએ અગાઉ energy storageને EV અને external cell sales સાથે cell manufacturing businessના ત્રણ મુખ્ય demand enginesમાંથી એક ગણાવ્યું હતું.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Tags :OLAev
Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. હોસ્પિટલ કંપનીઓના શેર્સ કેટલા મોંઘા? 38 શેરનું વેલ્યુએશન એનાલિસિસ
  2. AIથી વધતા સાયબર જોખમ પર SEBI એલર્ટ: હવે IT ટીમ નહીં, કંપનીના બોર્ડે પણ લેવી પડશે જવાબદારી
  3. Parag Parikh Flexi Cap Fund: રિટર્નની રેસમાં ફરી રફ્તાર પકડશે?
  4. Horizon Industrial Parks IPOને Day 1 પર ઠંડો પ્રતિસાદ, માત્ર 14% Subscription

Economy

See more
  1. $52.3 billionની Dollar Inflow બાદ RBIએ FCNR(B) Window વહેલી બંધ કરી, Cost નહીં Target મુખ્ય કારણ: SBI Research
  2. વિકસિત ભારતની financing જરૂરિયાત માટે સરકાર બનાવશે high-level panel
  3. ગલ્ફ દેશોમાં ચાલતા યુદ્ધથી ભારતનાં રિયલ એસ્ટેટમાં કેમ ઉદાસી છવાઈ
  4. Q1FY27માં ભારતનું Balance of Payments $8.1 અબજના ખાધમાં, જૂનમાં સ્થિતિ સુધરી
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  2. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના
  3. REIT: રિયલ એસ્ટેટમાં ઓછી મૂડીથી રોકાણ કરો અને કમાવો નિયમિત ડિવિડન્ડ
  4. વાહન વીમો લેતા પહેલાં આ જાણો! પ્રકાર, કવરેજ, પ્રીમિયમ અને ફાયદા

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM