KuberaNowLogo
Tuesday, 18/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

WhatsApp

+91 99042 77760

Hybrid Mutual Funds આપશે અસ્થિરતા વચ્ચે સ્થિરતા

Hybrid Mutual Funds શું છે? શા માટે રોકાણકારોમાં આ ફંડ્સનું આકર્ષણ વધી રહ્યું છે?

KuberaNow
desk@kuberanow14 Aug 2026
InstagramFacebookXLinkedIn
Hybrid Mutual Funds
Hybrid Mutual Funds is smart combination of Growth and Stability.AI Generated

મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઉપલબ્ધ તમામ પ્રકારની સ્કીમનું એક મહત્ત્વ છે. અમુક સ્કીમ તેમના પ્રકાર પ્રમાણે, વૃદ્ધિમય માર્કેટમાં સારું પ્રદર્શન કરે છે જ્યારે અમુક સ્કીમ મંદીવાળા બજારમાં સારું પ્રદર્શન કરે છે. જોકે, સ્માર્ટ ઈન્વેસ્ટર્સ તેજી અને મંદી બંને પ્રકારની સ્થિતિમાં સારું પ્રદર્શન કરી શકે તેવી હાઈબ્રીડ સ્કીમને પસંદ કરે છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં Hybrid Mutual Fundsમાં રોકાણકારોનું આકર્ષણ વધ્યું છે. દર મહિને વિવિધ હાઈબ્રીડ સ્કીમ્સમાં ₹10,000 કરોડથી પણ વધુ રોકાણ થઈ રહ્યું છે. આજના રોકાણકાર માટે પડકાર માત્ર Return મેળવવાનો નથી. પડકાર છે — Market Volatility વચ્ચે Discipline જાળવવાનો અને તેમાં હાઈબ્રીડ કેટેગરી પસંદગીનો વિકલ્પ બની રહ્યો છે.


અસ્થિરતા સામે સ્થિરતા

બજારોમાં અનિશ્ચિતતા વધી છે. અવારનવાર કોઈ ને કોઈ કારણસર બજારમાં અનિશ્ચિતતા વધી જતી હોય છે. અમેરિકન પ્રમુખની એક જાહેરાત બાદ દુનિયાભરનાં બજારો હચમચી જાય છે. ઓછામાં પૂરતું યુદ્ધનો માહોલ પણ બજારોને પરેશાન કરતો રહે છે. વ્યાજદરમાં વધારો થશે કે ઘટાડો તેનો ઉચાટ પણ બજારોમાં જોવા મળે છે. આ તમામ કારણોસર શેરબજારોમાં અસ્થિરતા વધી છે. આવા અસ્થિર માહોલમાં પોર્ટફોલિયોને સ્થિરતા આપવા માટે નિષ્ણાતો Asset Allocation પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આવા સમયમાં માત્ર Equityમાં ઊંચું Exposure રાખવાને બદલે Growth અને Stability વચ્ચે સંતુલન શોધવાની જરૂરિયાત રહે છે અને તેના માટે હાઈબ્રીડ સ્કીમ એક આદર્શ માધ્યમ બની શકે છે.


Hybrid Mutual Fund શું છે?

Hybrid Mutual Fund એવું Mutual Fund છે જે એક જ Scheme હેઠળ Equity, Debt અને કેટલાક કિસ્સામાં અન્ય Asset Classesમાં પણ રોકાણ કરી શકે છે. આ ફંડ એક જ Portfolioમાં Equity, Debt તેમજ અન્ય Asset Classesમાં રોકાણ કરે છે. તેનો મુખ્ય હેતુ Equity દ્વારા લાંબા ગાળાની વૃદ્ધિ મેળવવાનો અને Debt દ્વારા Portfolioની અસ્થિરતા અમુક હદ સુધી ઘટાડવાનો છે. Hybrid Fundsનું મોટું આકર્ષણ એ છે કે રોકાણકારને Equity અને Debt વચ્ચે Allocation જાતે વારંવાર બદલવાની જરૂરિયાત ઓછી પડી શકે છે.


હાઈબ્રીડ સ્કીમ કેવી રીતે કામ કરે છે?

સ્કીમની Investment Strategy પ્રમાણે કેટલાક હાઈબ્રીડ ફંડ્સમાં Equityનો હિસ્સો વધારે હોઈ શકે છે, જ્યારે કેટલાક ફંડ્સમાં Debt Allocation વધારે હોય છે. કેટલાક Funds બંને વચ્ચે સંતુલિત અભિગમ અપનાવે છે. ઈક્વિટી માર્કેટમાં મોટો ઉતાર-ચઢાવ આવે છે ત્યારે Portfolioમાં રહેલો Debt ભાગ Stability (સ્થિરતા) આપવામાં મદદ કરી શકે છે. Equity Allocation રોકાણકારને લાંબા ગાળે શેરબજારની વૃદ્ધિમાં ભાગ લેવાની તક આપે છે. એટલે Hybrid Fundને માત્ર Return (વળતર) મેળવવાનું સાધન નહીં, પરંતુ Risk અને Return (જોખમ અને વળતર) વચ્ચે Balance (સમતોલન) બનાવતી Investment Strategy તરીકે પણ જોવામાં આવે છે.


Hybrid Fundsમાં કેટલું આવ્યું રોકાણ?

AMFIના આંકડા દર્શાવે છે કે, જુલાઈ 2026 દરમિયાન સમગ્ર Hybrid Schemes Categoryમાં કુલ ₹11,869 કરોડનું ચોખ્ખું રોકાણ નોંધાયું હતું, જ્યારે જૂનમાં આ આંકડો ₹13,214 કરોડ હતો.

Hybrid Mutual Funds



કયા રોકાણકારો માટે Hybrid Funds ઉપયોગી બની શકે?

પ્રત્યેક રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતા (Risk Profile) અલગ-અલગ હોય છે, આથી કોઈપણ Fund દરેક વ્યક્તિ માટે યોગ્ય હોય એવું જરૂરી નથી. નીચે જણાવેલા કેટલાક પ્રકારનાં રોકાણકારો Hybrid Mutual Fundમાં રોકાણ કરવાનું વિચારી શકે છે:

* Equity અને Debt બંનેનો લાભ એક જ Investmentમાં લેવા ઇચ્છતા રોકાણકારો

* Mutual Fundsમાં પહેલી વખત રોકાણ શરી રહ્યાં હોય તેવા રોકાણકારો

* તીવ્ર ઉતાર-ચઢાવથી અસ્વસ્થ થઈ જતા હોય તેવા રોકાણકારો

* જે રોકાણકારોનું લક્ષ્ય મધ્યમથી લાંબા ગાળાનું હોય

* Correction સમયે વારંવાર Portfolioમાં ફેરફાર કરવા ન ઇચ્છતા હોય તેવા રોકાણકારો

* FD અથવા અન્ય Debt Investmentsમાંથી ધીમે ધીમે Equity તરફ આગળ વધવા ઇચ્છતા રોકાણકારો

* એક જ Fundમાં વૈવિધ્યકરણ (Diversification) અને Asset Allocation ઇચ્છતા Investors


Correction દરમિયાન કેવી રીતે મદદરૂપ થઈ શકે?

શેરબજારમાં તેજી હોય ત્યારે રોકાણ કરવું રોકાણકાર માટે માનસિક રીતે સરળ હોય છે. પરંતુ Correction અથવા Crash સમયે ઘણીવાર Fear (ભય) હાવી થઈ જાય છે. બજારમાં ઘટાડો જોઈને ઘણા રોકાણકારો તેમના ફંડમાંથી યુનિટ વેચી દે છે અને પરિણામે ખોટ કરવાનો વારો આવે છે. આવા રોકાણકારો બાદમાં આવતી Market Recoveryનો લાભ પણ ચૂકી શકે છે. રોકાણકારો આ સમસ્યાનો ઉપાય હાઈબ્રીડ સ્કીમ દ્વારા મેળવી શકે છે, કારણ કે, તેનાથી આ સમસ્યાને દૂર કરવામાં મદદ મળી શકે છે.

Portfolioમાં રહેલો Debtનો હિસ્સો ઈક્વિટી બજારના ઘટાડા દરમિયાન કુલ Portfolio Volatilityને ઓછી કરવામાં મદદરૂપ થઈ શકે છે. જો Portfolioમાં ઘટાડો Pure Equity Investment કરતાં પ્રમાણમાં નિયંત્રિત રહે, તો Investor માટે લાંબા સમય સુધી ટકી રહેવાનું માનસિક રીતે સરળ બની શકે છે. લાંબા ગાળાની Wealth Creationમાં માત્ર વળતર મહત્વનું નથી; Marketના ખરાબ સમયમાં રોકાણ ચાલુ રાખવાની ક્ષમતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે.


Volatile Marketમાં Hybrid Equity Fundsની ભૂમિકા

Hybrid Equity Fundsમાં સામાન્ય રીતે Equityનો હિસ્સો Debt કરતાં વધારે હોય છે. એટલે આવા Fundsનું મુખ્ય Growth Engine Equity હોય છે, જ્યારે Debt Allocationને કારણે Riskને Balance કરવામાં મદદ મળે છે. જો માર્કેટમાં અનિશ્ચિતતાનો માહોલ હોય ત્યારે માત્ર ઈક્વિટી આધારિત ફંડ્સની સરખામણીએ ઈક્વિટી-ડેટ વચ્ચે સમતોલન ધરાવતા ફંડ્સ વધારે અસરકારક સાબિત થઈ શકે છે.

જોકે, Hybrid Fundમાં Equity Exposure હોવાથી તેમાં પણ Loss થઈ શકે છે. તેને Risk-free Investment માનવું યોગ્ય નથી. પરંતુ Equity Growth Potential સાથે Debt Stabilityનો Combination તેને એવા Investors માટે રસપ્રદ બનાવે છે, જેઓ Growth પણ ઇચ્છે છે અને Portfolioમાં અતિશય Volatility પણ ટાળવા માગે છે.


શું Hybrid Funds ખરેખર Low Volatility Funds છે?

Pure Equity Fundની સરખામણીએ ઘણા Hybrid Fundsમાં Volatility ઓછી હોઈ શકે છે, પરંતુ તે Fundની Category અને Asset Allocation પર નિર્ભર કરે છે. તેનું કારણ સરળ છે. Equity અને Debt બંને એકસરખી રીતે Market Conditions પર પ્રતિસાદ આપતા નથી. Equity Markets પર Corporate Earnings, Economic Growth અને Investor Sentiment જેવી બાબતો અસર કરે છે, જ્યારે Debt Investments પર Interest Rates, Inflation અને Bond Yields જેવી બાબતોની અસર વધારે હોઈ શકે છે. બંને Asset Classesનું Combination Portfolioના મોટા ઉતાર-ચઢાવને અમુક હદ સુધી નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. એટલે એવા રોકાણકારો માટે Hybrid Funds યોગ્ય બની શકે છે, જેમનો ઉદ્દેશ માત્ર Maximum Return મેળવવાનો નહીં પરંતુ પ્રમાણમાં ઓછું જોખમ અને ઓછા ઉતાર-ચઢાવ સાથે સારું વળતર મેળવવાનો છે.


Hybrid Fundના Returnsને કેવી રીતે ગણતરીમાં લેવા?

માત્ર છેલ્લા 1 વર્ષના Returnને ધ્યાનમાં લઈને Hybrid Mutual Fundની પસંદગી કરવી યોગ્ય નથી. રોકાણકારે અલગ-અલગ Market Cycles દરમિયાન ફંડનું પ્રદર્શન કેવું રહ્યું તે પણ સમજવું જોઈએ. બજારમાં જ્યારે જબરજસ્ત તેજી જામી હોય તે વખતે Pure Equity Fundમાં રોકાણકારોને Hybrid Fund કરતાં વધુ Return મળી શકે છે, કારણ કે Hybrid Fundના Portfolioનો અમુક હિસ્સો Debtમાં રોકાયેલો હોય છે. જોકે, Market Correction દરમિયાન એ જ Debt Allocation રોકાકારોના Portfolioમાં થતો ઘટાડો અમુક હદ સુધી નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. Return મહત્વપૂર્ણ Factor છે, પરંતુ Investment Decision માટે તે એકમાત્ર Factor નથી.


Hybrid Fundનું મૂલ્યાંકન કરતી વખતે આ મુદ્દાઓ ધ્યાનમાં રાખો

* Long-term Performance

* Market Correction દરમિયાન Fundનું વર્તન

* Equity અને Debt Allocation

* Risk Level

* Expense Ratio

* Fund Managerની Investment Strategy

* Portfolio Quality

* Investorના Financial Goal સાથે તેની Compatibility


Hybrid Fund Vs Equity Fund: સમજીએ મુખ્ય તફાવત?

Hybrid Fund અને Equity Fundમાંથી કયો વિકલ્પ પસંદ કરવો તેનો જવાબ દરેક Investor માટે એકસરખો નથી. લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગતા હોય તેવા રોકાણકારો માટે Equity Fund એવા વધુ યોગ્ય સાબિત થઈ શકે છે. જો રોકાણકારો મોટા ઉતાર-ચઢાવ સહન કરી શકે છે અને Higher Growth Potential માટે Higher Risk લેવા તૈયાર છે. Hybrid Fund એવા Investors માટે ઉપયોગી બની શકે છે જેઓ Growth સાથે Stability ઇચ્છે છે, Pure Equityની Volatility ઓછી કરવા માગે છે અને Equity તથા Debt વચ્ચે ડાઈવર્સિફિકેશન પસંદ કરે છે.


યાદ રાખો:

Hybrid Mutual Fundને Equity Fundનો સંપૂર્ણ વિકલ્પ કે Guaranteed Safe Investment તરીકે જોવું યોગ્ય નથી. રોકાણકારે પોતાની જોખમ લેવાની ક્ષમતા, રોકાણનો સમયગાળો, લક્ષ્યાંક અને એસેટ ફાળવણીની વ્યૂહરચનાના આધારે હાઈબ્રીડ સ્કીમ્સનો ઉપયોગ કરવો જોઈએ. જો કોઈ Investor Marketના દરેક ઉતાર-ચઢાવને અનુસરીને વારંવાર Investment Decision લેવા ઇચ્છતો ન હોય અને Equity સાથે Debtનું Diversification ઈચ્છતો હોય, તો Hybrid Mutual Funds તેના Portfolioમાં વિચારવા યોગ્ય Category બની શકે છે.

સફળ રોકાણનો આધાર માત્ર Fundની પસંદગી નહીં, પરંતુ યોગ્ય Asset Allocation, લાંબા ગાળાનો અભિગમ અને Discipline જાળવવા પર રહે છે.


Disclaimer: Mutual Fund investments are subject to market risks. કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલાં Scheme સંબંધિત Documents, Risk Factors અને પોતાના Financial Goals સમજવા. જરૂર લાગે તો SEBI-registered Investment Adviser અથવા યોગ્ય Financial Professionalની સલાહ લેવી.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Tags :mutual fundsSensexsipinvestmentStock
Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. મધ્યપૂર્વની અનિશ્ચિતતા અને ક્રૂડમાં ઉછાળાથી બીએસઇ સેન્સેક્સ 493 પોઇન્ટ ઘટ્યો
  2. હોસ્પિટલ કંપનીઓના શેર્સ કેટલા મોંઘા? 38 શેરનું વેલ્યુએશન એનાલિસિસ
  3. AIથી વધતા સાયબર જોખમ પર SEBI એલર્ટ: હવે IT ટીમ નહીં, કંપનીના બોર્ડે પણ લેવી પડશે જવાબદારી
  4. Parag Parikh Flexi Cap Fund: રિટર્નની રેસમાં ફરી રફ્તાર પકડશે?

Economy

See more
  1. ભારતની ટેન્કર નિકાસમાં છ ગણાથી વધુ ઉછાળો, Q1માં આંકડો $1.36 અબજને પાર
  2. મોંઘી ખાંડથી દેશવાસીઓને મળશે રાહત, 100% Import Duty ઘટાડવાની સરકારની તૈયારી
  3. $52.3 billionની Dollar Inflow બાદ RBIએ FCNR(B) Window વહેલી બંધ કરી, Cost નહીં Target મુખ્ય કારણ: SBI Research
  4. વિકસિત ભારતની financing જરૂરિયાત માટે સરકાર બનાવશે high-level panel
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  2. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના
  3. REIT: રિયલ એસ્ટેટમાં ઓછી મૂડીથી રોકાણ કરો અને કમાવો નિયમિત ડિવિડન્ડ
  4. વાહન વીમો લેતા પહેલાં આ જાણો! પ્રકાર, કવરેજ, પ્રીમિયમ અને ફાયદા

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM