KuberaNowLogo
Tuesday, 18/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

WhatsApp

+91 99042 77760

Parag Parikh Flexi Cap Fund: રિટર્નની રેસમાં ફરી રફ્તાર પકડશે?

Parag Parikh Flexi Cap Fundની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) ₹1.48 લાખ કરોડે પહોંચી ગઈ છે. ફંડનું કદ ઘણું વિશાળ થઈ ગયું છે અને તેની સાથે સાથે તાજેતરમાં ફંડનું પ્રદર્શન નબળું પડ્યું છે. આથી, આ ફંડના લાખો રોકાણકારો મૂંઝવણમાં મૂકાયા છે.

KuberaNow
desk@kuberanow17 Aug 2026
InstagramFacebookXLinkedIn
Parag Parikh Flexi Cap Fund

Parag Parikh Flexi Cap Fund (PPFCF) ભારતનાં મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund) ઉદ્યોગમાં સતત ચર્ચામાં રહેતું ફંડ છે. આ ફંડના ફોલિયોની સંખ્યા 71.98 લાખ છે અને રોકાણકારોની સંખ્યા 59.38 લાખ છે. 31 જુલાઈ 2026ના અંતે ₹1,48,429 કરોડની AUM (Asset Under Management) સાથે તે સૌથી મોટું ઈક્વિટી ફંડ છે. આ ફંડનું કદ ઘણું મોટું થઈ ગયું છે અને તાજેતરમાં તેનું પ્રદર્શન નબળું પડ્યું છે, આથી, રોકાણકારોમાં આ ફંડને લઈને અનેક સવાલો ઊભા થયા છે.


ફંડની ખાસિયત

24 મે, 2013ના રોજ શરૂ થયેલા આ ફંડે 14 ઓગસ્ટ, 2026 સુધીમાં 17.42 ટકા વળતર આપ્યું છે. ₹10થી શરૂ થયેલી નેટ એસેટ વેલ્યુ (NAV) ₹83.56એ પહોંચી છે. Long-term investing, value investing, global stocksમાં exposure અને disciplined portfolio strategyના કારણે આ fundએ રોકાણકારોમાં અલગ ઓળખ ઊભી કરી છે. આ ફંડ દેશના સૌથી મોટા actively managed Flexi Cap Fundsમાં સ્થાન ધરાવે છે.


તાજેતરનું performance કેમ ચર્ચામાં?

13 વર્ષથી વધુ જૂના આ fundએ લાંબા ગાળે મજબૂત track record બનાવ્યો છે, પરંતુ તાજેતરના સમયમાં તેનું relative performance થોડું નબળું રહ્યું છે. PPFCF છેલ્લાં કેટલાક સમયથી નબળું પ્રદર્શન કરી રહ્યું છે. Freefincalના analysis પ્રમાણે છેલ્લાં 1, 2, 3, 4 અને 5 વર્ષના trailing-return periodsમાં top-performing fundની યાદીમાંથી Parag Parikh Flexi Cap Fund બહાર નીકળી ગયું છે. જોકે તેનું 5-year rolling performance benchmark સામે અત્યંત ખરાબ ગણાય એવું નથી અને active fund માટે કેટલાક સમયગાળામાં underperformance સ્વાભાવિક હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આથી રોકાણકારો માટે મહત્વનો મુદ્દો એ છે કે fund કોઈ એક વર્ષમાં category topper છે કે નહીં તે કરતાં તેની investment process લાંબા ગાળે કામ કરે છે કે નહીં તે જોવું વધુ જરૂરી છે.


Parag Parikh Flexi Cap Fund


આ chart એક મહત્વની બાબત સમજાવે છે કે PPFCFએ દરેક સમયગાળામાં એકસરખું performance આપ્યું નથી. Market correction દરમિયાન fundના rolling returnsમાં પણ ઘટાડો થયો છે, જ્યારે કેટલાક market cyclesમાં તેણે Nifty 500ની સરખામણીએ નોંધપાત્ર outperformance નોંધાવ્યું છે. તેથી રોકાણકારોએ કોઈ એક વર્ષની return rankingને બદલે લાંબા ગાળાના rolling returns અને investment process બંને પર ધ્યાન આપવું જરૂરી છે.


₹1.48 લાખ કરોડનું AUM: સફળતા કે નવી મુશ્કેલી?

PPFCFનું સૌથી મોટું ચર્ચાનું કારણ તેની વિશાળ AUM છે. Freefincalના 11 August 2026ના analysis પ્રમાણે PPFCFનું AUM ₹1,48,429 કરોડ હતું, જ્યારે categoryમાં બીજા નંબરે રહેલા HDFC Flexi Cap Fundનું AUM લગભગ ₹1,10,736 કરોડ હતું. PPFCF સિવાય categoryના અન્ય fundsનું AUM તેના અડધાથી પણ ઓછું હતું.

આટલું મોટું AUM એક તરફ રોકાણકારોના fund પરના વિશ્વાસને દર્શાવે છે, પરંતુ બીજી તરફ fund manager માટે નવી મુશ્કેલી પણ ઊભી કરી શકે છે.

ખાસ કરીને mid-cap અને small-cap stocksમાં મોટી રકમ રોકવી હોય ત્યારે liquidity અને position sizeના પ્રશ્નો ઊભા થઈ શકે છે. પરિણામે fundનો portfolio ધીમે ધીમે large-cap તરફ વધુ વળી શકે છે. Freefincalનું analysis પણ દર્શાવે છે કે, PPFCF હવે large-cap-oriented fund બની રહ્યું છે.

જોકે માત્ર મોટું AUM હોવાથી fundનું performance ખરાબ જ થશે એવું કહી શકાય નહીં. Fundના કદને કારણે ભવિષ્યમાં શું અસર થશે તે અંગે ચોક્કસ આગાહી કરવી મુશ્કેલ છે.


July 2026માં portfolioમાં શું બદલાયું?

July 2026માં Parag Parikh Flexi Cap Fundએ equity portfolioમાં ખૂબ aggressive ફેરફાર કર્યા નહોતા. Upstoxના ACE MF આધારિત analysis પ્રમાણે July દરમિયાન fundએ કોઈ નવો equity stock ઉમેર્યો નહોતો અને કોઈ existing equity stockમાંથી સંપૂર્ણ exit પણ કરી નહોતી. Fundના equity portfolioમાં કુલ 61 holdings યથાવત્ રહ્યા હતા.

તેના બદલે fundએ કેટલીક existing companiesમાં exposure વધાર્યું હતું. તેમાં CIE Automotive India અને Petronet LNG જેવી કંપનીઓ સામેલ હતી.

આ strategy HDFC Flexi Cap Fundથી અલગ રહી. Julyમાં HDFC Flexi Cap Fundએ SBI Funds Management, Biocon, Diamond Power Infrastructure, Ather Energy અને Jupiter Life Line Hospitals જેવી પાંચ નવી equity positions ઉમેરી હતી અને Birlasoftમાંથી exit કરી હતી.

આ comparison બતાવે છે કે PPFCFનો investment approach હજુ પણ વધુ patient છે અને portfolioમાં સતત buying-selling કરવાને બદલે existing conviction પર ભાર મૂકે છે.


Debt અને money-market portfolioમાં વધુ activity

Equity portfolio શાંત રહ્યો હોવા છતાં PPFCFએ July દરમિયાન debt અને money-market portfolioમાં વધુ ફેરફાર કર્યા હતા.

Fundએ Bharat Petroleum Corporation, Bajaj Finance, Bank of Baroda, Punjab National Bank, ICICI Securities અને SIDBI સાથે જોડાયેલા વિવિધ debt અને money-market instrumentsમાં positions લીધી હતી. તેમાં Bharat Petroleum Corporationના instrumentનું value લગભગ ₹495.25 કરોડ હતું.

આ પ્રકારની allocations fund manager માટે liquidity management અને available opportunitiesનો ઉપયોગ કરવાની રીતનો ભાગ હોઈ શકે છે. જોકે portfolioમાં કોઈ security ઉમેરવી કે ઘટાડવી તેને retail investor માટે direct buy અથવા sell signal તરીકે જોવું યોગ્ય નથી.


તો રોકાણકાર સામે કયા વિકલ્પ?

પરાગ પારીક ફ્લેક્સી-કેપ ફંડના તાજેતરના નબળા પ્રદર્શનને અથવા વધતી AUMથી ચિંતિત રોકાણકારો માટે Freefincalના એનાલિસિસમાં ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા છે.

પહેલો વિકલ્પ – રોકાણ જાળવી રાખવું: જો investor fundની strategy, long-term performance અને fund managerની processથી હજુ comfortable હોય તો માત્ર short-term underperformanceને કારણે exit કરવાની જરૂર ન હોઈ શકે.

બીજો વિકલ્પ – બીજા active fundમાં રોકાણ કરવું: રોકાણકાર નવી SIP માટે અન્ય active Flexi Cap Fund પસંદ કરી શકે છે. પરંતુ અહીં જોખમ એ છે કે આજે outperform કરતું બીજું fund ભવિષ્યમાં underperform પણ કરી શકે છે. વારંવાર fund બદલવાથી portfolioમાં ઘણા active funds ભેગા થઈ શકે છે અને આખરે expensive રીતે લગભગ આખું market જ ખરીદવાની સ્થિતિ ઊભી થઈ શકે છે.

ત્રીજો વિકલ્પ – Index Fundમાં રોકાણ કરવુંઃ જે રોકાણકાર fund manager selection, rankings અને active-fund underperformanceની સતત ચિંતા ન કરવા માંગતા હોય તેમના માટે passive index investing એક વિકલ્પ બની શકે છે.


Parag Parikh Fund વિશે સૌથી મોટી ભૂલ શું થઈ શકે?

આ fundની અગાઉની સફળતાને કારણે કેટલાક રોકાણકારોમાં એવી અપેક્ષા ઊભી થઈ શકે છે કે, PPFCF દર વર્ષે તેના benchmark કરતાં અને બીજા Flexi Cap Funds કરતાં વધારે વળતર આપશે. પરંતુ કોઈ active equity fund માટે સતત દરેક market cycleમાં No.1 રહેવું શક્ય નથી. Fundsમાં outperformance અને underperformance બંને તબક્કા આવે છે. Freefincal પણ રોકાણકારોની સતત topper-returnની expectationને અવાસ્તવિક ગણાવે છે.

PPFCFનું investment objective પણ short-term returns કરતાં long-term capital growth પર આધારિત છે. Scheme Indian equities ઉપરાંત foreign equities અને debt securitiesમાં પણ રોકાણ કરવાની flexibility ધરાવે છે.


રોકાણકારે શું કરવું?

Parag Parikh Flexi Cap Fund સામે મોટો પડકાર તેનું તાજેતરનું નબળું પ્રદર્શન નથી, પરંતુ તેનું ₹1.48 લાખ કરોડનું વિશાળ કદ છે. તેના ફંડ મેનેજર આટલા મોટા કદ સાથે પોતાની જૂની investment philosophy કેટલી અસરકારક રીતે અમલમાં મૂકી શકે છે, તે જોવાનું રસપ્રદ બની રહેશે.

Julyના portfolio data પરથી એટલું સ્પષ્ટ છે કે fund management teamએ strategyમાં કોઈ panic-driven મોટા equity ફેરફારો કર્યા નથી. 61 equity holdings સાથે portfolio largely સ્થિર રહ્યું છે અને fresh stocks ઉમેરવા કરતાં existing convictions તથા debt-money market management પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે.

તેથી માત્ર recent return ranking જોઈને PPFCFમાં SIP બંધ કરવી કે fundમાંથી બહાર નીકળવાનો નિર્ણય લેવો યોગ્ય approach નહીં ગણાય. રોકાણકારોએ પોતાના financial goals, investment horizon, risk tolerance અને overall portfolio allocationના આધારે નિર્ણય લેવો જોઈએ.


Disclaimer: Mutual Fund investments market riskને આધીન છે. આ story માત્ર માહિતી અને investor education માટે છે; તેને investment advice તરીકે ન ગણવી.


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Tags :mutual fundsinvestmentsipParag Parikh Flexi Cap Fund
Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. હોસ્પિટલ કંપનીઓના શેર્સ કેટલા મોંઘા? 38 શેરનું વેલ્યુએશન એનાલિસિસ
  2. AIથી વધતા સાયબર જોખમ પર SEBI એલર્ટ: હવે IT ટીમ નહીં, કંપનીના બોર્ડે પણ લેવી પડશે જવાબદારી
  3. Parag Parikh Flexi Cap Fund: રિટર્નની રેસમાં ફરી રફ્તાર પકડશે?
  4. Horizon Industrial Parks IPOને Day 1 પર ઠંડો પ્રતિસાદ, માત્ર 14% Subscription

Economy

See more
  1. $52.3 billionની Dollar Inflow બાદ RBIએ FCNR(B) Window વહેલી બંધ કરી, Cost નહીં Target મુખ્ય કારણ: SBI Research
  2. વિકસિત ભારતની financing જરૂરિયાત માટે સરકાર બનાવશે high-level panel
  3. ગલ્ફ દેશોમાં ચાલતા યુદ્ધથી ભારતનાં રિયલ એસ્ટેટમાં કેમ ઉદાસી છવાઈ
  4. Q1FY27માં ભારતનું Balance of Payments $8.1 અબજના ખાધમાં, જૂનમાં સ્થિતિ સુધરી
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  2. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના
  3. REIT: રિયલ એસ્ટેટમાં ઓછી મૂડીથી રોકાણ કરો અને કમાવો નિયમિત ડિવિડન્ડ
  4. વાહન વીમો લેતા પહેલાં આ જાણો! પ્રકાર, કવરેજ, પ્રીમિયમ અને ફાયદા

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM