નવી પેઢીને માત્ર ઘર નહીં, સ્માર્ટ ઘર જોઈએ
યુવાનો માત્ર ઘર નહીં, પરંતુ સ્માર્ટ ઘર ખરીદવાનું પસંદ કરે છે. તેમના માટે ઘર લાંબાગાળાની આર્થિક સુરક્ષા અને સંપત્તિ સર્જવાનું સાધન બની રહી છે.

ભારતીય રિયલ એસ્ટેટ માર્કેટમાં નવી પેઢીનો પ્રભાવ ઝડપથી વધી રહ્યો છે. અગાઉ યુવાનો ઘર ખરીદતા પહેલાં નોકરીમાં સ્થિરતા અને વધારે આવક શરૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા. સારી નોકરી મળી જાય, લગ્ન થઈ જાય અને આવક વધી જાય પછી જ ઘર ખરીદવાનું વિચારતા હતા, પરંતુ હવે જમાનો બદલાયો છે.
આજની યુવાપેઢી ઘણી નાની ઉંમરે ઘરની માલિક બની રહી છે. 30-40 વર્ષ પહેલાં 35થી 45 વર્ષની ઉંમરે પહેલું ઘર ખરીદવામાં આવતું હતું. પરંતુ છેલ્લાં 20 વર્ષમાં આ ટ્રેન્ડ બદલાયો છે અને હવે 28 વર્ષથી 35 વર્ષની ઉંમરના લોકો ઘર ખરીદતા થઈ ગયા છે. યુવાનો માત્ર ઘર નહીં, પરંતુ સ્માર્ટ ઘર ખરીદવાનું પસંદ કરે છે, કારણ કે, હવે જમાનો પણ સ્માર્ટફોનનો છે.
હવે Gen Z અને Millennials કારકિર્દીની શરૂઆતથી જ ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે. તેમના માટે ઘર માલિકી (ownership) માત્ર સામાજિક સિદ્ધિ નહીં, પરંતુ લાંબાગાળાની આર્થિક સુરક્ષા અને સંપત્તિ સર્જવાનું સાધન બની રહી છે.
ઓનલાઈન રિયલ એસ્ટેટ પોર્ટલ Magicbricksના વિશ્લેષણ પ્રમાણે Gen Z અને Millennials ઘર પસંદ કરતી વખતે કુલ કિંમત, પ્રોજેક્ટની ડિલિવરી તારીખ, Developerનો Track Record, સુવિધાઓ અને Possession Risk અંગે વધુ પારદર્શિતા ઇચ્છે છે. આ પેઢી પ્રોપર્ટીની શોધથી લઈને Home Loan Application સુધીની પ્રક્રિયામાં Digital Platformsનો મોટા પાયે ઉપયોગ કરે છે.
ઘર નહીં, સંપૂર્ણ Lifestyle Package જોઈએ
યુવા ખરીદદારો માટે હવે માત્ર સારું Location પૂરતું નથી. પણ Automated Lighting, Smart Security, ઝડપી Internet Connectivity, IoT આધારિત ઉપકરણો, EV Charging, Solar Power અને Energy-efficient Design જેવી સુવિધાઓ ધરાવતા ઘરોને પ્રાથમિકતા આપી રહ્યા છે. યુવા ખરીદદારો માટે ઘર માત્ર રહેવાની જગ્યા નહીં, પરંતુ આર્થિક સુરક્ષા, Work-from-Home, ટેક્નોલોજી અને ટકાઉ જીવનશૈલીનું કેન્દ્ર બની રહ્યું છે.
Work-from-Home અને Hybrid Working Cultureને કારણે ઘરમાં શાંત વાતાવરણ અને Flexibilityની માંગ પણ વધી છે. Millennials મોટા અને સસ્તા ઘરો માટે શહેરની બહાર જઈ રહ્યા છે, જ્યારે Gen Zનો એક મોટો વર્ગ Workplace, Entertainment અને Public transport માટે Urban Projectsને પસંદ કરે છે.
ગ્લોબલ રિયલ એસ્ટેટ કન્સલટન્સી Knight Frankના 2025ના અભ્યાસ મુજબ 82% Millennials ઘર ખરીદવાની તરફેણ કરે છે. Gen Zમાં પણ 71% લોકો ભવિષ્યમાં ઘર માલિકી ઇચ્છે છે, જોકે આ પેઢી કારકિર્દીમાં ઝડપી પ્રગતિ અને પૈસાની કેટલીક મર્યાદાને કારણે ભાડે રહેવાનું વધુ પસંદ કરે છે. ઈન્ડિપેન્ડન્ટ રિયલ એસ્ટેટ કન્સલટન્સી ANAROCKના H1 2025 Homebuyer Sentiment Survey મુજબ 65% ખરીદદારો પોતાની રહેવાની જરૂરિયાત માટે ઘર ખરીદવા માંગતા હતા, જ્યારે 35% ખરીદદારોનો મુખ્ય ઉદ્દેશ્ય રોકાણનો હતો.
સર્વે પરથી જાણવા મળ્યું કે, Gen Z અને Millennials ભારતીય હાઉસિંગ માર્કેટને માત્ર જરૂરિયાત નહીં, પરંતુ ઘરની Design, Marketing અને Sales Process પણ બદલી રહ્યા છે. જોકે, યુવા ખરીદદારોએ EMI, નોકરીની સ્થિરતાનું મૂલ્યાંકન કર્યા બાદ જ ઘર ખરીદવાનો નિર્ણય લેવો જોઈએ.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- ભારતની ટેન્કર નિકાસમાં છ ગણાથી વધુ ઉછાળો, Q1માં આંકડો $1.36 અબજને પાર
- મોંઘી ખાંડથી દેશવાસીઓને મળશે રાહત, 100% Import Duty ઘટાડવાની સરકારની તૈયારી
- $52.3 billionની Dollar Inflow બાદ RBIએ FCNR(B) Window વહેલી બંધ કરી, Cost નહીં Target મુખ્ય કારણ: SBI Research
- વિકસિત ભારતની financing જરૂરિયાત માટે સરકાર બનાવશે high-level panel

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
