KuberaNowLogo
Tuesday, 18/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

WhatsApp

+91 99042 77760

વાહન વીમો લેતા પહેલાં આ જાણો! પ્રકાર, કવરેજ, પ્રીમિયમ અને ફાયદા

Vehicle Insurance અકસ્માતમાં વાહનને થયેલા નુકસાનમાં વાહનચાલક, મુસાફરો અથવા અન્ય વ્યક્તિને થયેલી ઈજા અને તેમની મિલકતને થયેલા નુકસાનની જવાબદારી પણ આવરી લે છે.

KuberaNow
desk@kuberanow14 Aug 2026
InstagramFacebookXLinkedIn
Vehicle Insurance
વાહન વીમો લેતા પહેલાં આ જાણો! પ્રકાર, કવરેજ, પ્રીમિયમ અને ફાયદા

Vehicle Insurance અકસ્માતમાં વાહનને થયેલા નુકસાનમાં વાહનચાલક, મુસાફરો અથવા અન્ય વ્યક્તિને થયેલી ઈજા અને તેમની મિલકતને થયેલા નુકસાનની જવાબદારી પણ આવરી લે છે.


વાહન વીમો એટલે શું?

વાહન વીમો એ વાહન માલિક (Vehicle owner) અને વીમા કંપની (insurance company) વચ્ચેનો કરાર છે, જેમાં નિર્ધારિત પ્રીમિયમના બદલામાં વીમા કંપની પોલિસીની શરતો મુજબ અકસ્માત, ચોરી, વાહનને થયેલા નુકસાન અથવા ત્રીજા પક્ષ (Third party)ને થયેલા નુકસાન જેવી પરિસ્થિતિમાં આર્થિક વળતર અથવા કવરેજ આપે છે. વાહન વીમાને (Vehicle Insurance) ઓટો ઇન્શ્યોરન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.


વાહન વીમો એટલે અકસ્માત, ચોરી, કુદરતી આફત અથવા અન્ય નુકસાનના કિસ્સામાં વાહન માલિકને થતા આર્થિક નુકસાન સામે સુરક્ષા આપે છે. અકસ્માતમાં વાહનને થયેલા નુકસાનની સાથે કેટલીક પોલિસીમાં વાહનચાલક, મુસાફરો/અન્ય વ્યક્તિને થયેલી ઈજા અને તેમની મિલકતને થયેલા નુકસાનની જવાબદારી પણ આવરી લે છે. વાહન વીમો મુખ્યત્વે ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર જેવા વાહનો માટે ઉપલબ્ધ હોય છે.


વાહન વીમાના પ્રકારો

વાહન વીમાની અલગ-અલગ પોલિસી અલગ પ્રકારના નુકસાન અને જોખમને કવર કરે છે. પોલિસીહોલ્ડર પોતાની જરૂરિયાત અને વાહનના પ્રકારને ધ્યાનમાં રાખીને યોગ્ય વીમો પસંદ કરી શકે છે.


1. થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ

ભારતમાં વાહન માટે થર્ડ-પાર્ટી (Third Party) વીમો કાયદેસર રીતે ફરજિયાત છે. જો તમારા વાહનથી અન્ય વ્યક્તિને ઈજા થાય અથવા અન્ય વ્યક્તિની મિલકતને નુકસાન થાય, તો તે માટેની કાયદાકીય, નાણાકીય જવાબદારીને પોલિસીની શરતો મુજબ કવર કરવામાં આવે છે. જોકે, આ વીમો તમારા પોતાના વાહનને થયેલા નુકસાનને કવર કરતો નથી. સામાન્ય રીતે તેની પ્રીમિયમ રકમ અન્ય પ્રકારની વાહન વીમા પોલિસીની સરખામણીમાં ઓછી હોય છે.


2. ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ

ઓન ડેમેજ (Own Damage) વીમો તમારા પોતાના વાહનને થયેલા નુકસાન સામે સુરક્ષા આપે છે. અકસ્માત, ચોરી, આગ, કુદરતી આફત અથવા માનવસર્જિત આફત જેવી પરિસ્થિતિમાં પોલિસીની શરતો મુજબ વાહનના રિપેરિંગ અથવા નુકસાનની ભરપાઈ માટે કવર મળી શકે છે. આ વીમો અણધાર્યા સમયે વાહનના મોટા રિપેરિંગ ખર્ચનો નાણાકીય બોજ (Financial burden) ઘટાડવામાં મદદ કરે છે.


3. કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્શ્યોરન્સ

કોમ્પ્રિહેન્સિવ વીમો (Comprehensive Insurance) થર્ડ-પાર્ટી લાયબિલિટી (Third party liability) અને ઓન ડેમેજ કવરનું સંયોજન છે. એટલે કે, તે તમારા પોતાના વાહનને થયેલા નુકસાનની સાથે અન્ય વ્યક્તિને થયેલી ઈજા અથવા તેની મિલકત (Property)ને થયેલા નુકસાન માટેની જવાબદારીને પણ કવર કરે છે. પોલિસીની શરતો અનુસાર તેમાં ચોરી, આગ, કુદરતી આફત અને માનવસર્જિત નુકસાન જેવા જોખમોનું કવર પણ સામેલ હોઈ શકે છે.


4. કોલિઝન ઇન્શ્યોરન્સ

કોલિઝન (Collision Insurance) ઇન્શ્યોરન્સ અકસ્માત દરમિયાન તમારા વાહનને થયેલા નુકસાન ચૂકવે છે. જોકે, વાહનનું બ્રેકડાઉન, સામાન્ય ઘસારો (Wear and Tear), મેઈન્ટેન્સ ખર્ચ આ પ્રકારના કવરમાં આવતો નથી.


વાહન વીમાના પ્રીમિયમને અસર કરતા પરિબળો

વાહન વીમા માટે ચૂકવવાનું પ્રીમિયમ દરેક વ્યક્તિ માટે એકસરખું હોતું નથી. વીમા કંપની જુદા જુદા પરિબળોને ધ્યાનમાં લઈને પ્રીમિયમ નક્કી કરે છે.


1. વાહનનો પ્રકાર

તમે કયા પ્રકારનું વાહન ચલાવો છો તેના આધારે પ્રીમિયમ નક્કી થાય છે. વાહનની કિંમત, મોડલ, એન્જિનની ક્ષમતા, સુરક્ષા સુવિધાઓ અને કામગીરી જેવા પરિબળો પ્રીમિયમને અસર કરતા હોય છે.


2. ડ્રાઇવિંગ હિસ્ટ્રી

ડ્રાઇવિંગનો રેકોર્ડ (Driving record) પણ પ્રીમિયમ પર અસર કરે છે. ડ્રાઇવિંગનો ચોખ્ખો/સાફ રેકોર્ડ ધરાવતા વાહનચાલકોને સામાન્ય રીતે ઓછું પ્રીમિયમ ચૂકવવું પડે છે, જ્યારે વારંવાર અકસ્માત અથવા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનનો રેકોર્ડ ધરાવતા ડ્રાઇવરો માટે પ્રીમિયમ વધુ હોઈ શકે છે.


3. ઉંમર અને અન્ય પરિબળો

વાહનચાલકની ઉંમર સહિતના વ્યક્તિગત જોખમ પરિબળોને પણ વીમા કંપની ધ્યાનમાં લઈ શકે છે. સામાન્ય રીતે ઓછા અનુભવ ધરાવતા યુવા ડ્રાઇવરો માટે જોખમ વધુ માનવામાં આવતું હોવાથી તેમનું પ્રીમિયમ વધુ હોઈ શકે છે.


4. વાહનનું સ્થાન

વાહનનો ઉપયોગ કયા વિસ્તારમાં થાય છે તે પણ મહત્વનું છે. અકસમાત, વાહન ચોરી અથવા ટ્રાફિકનું પ્રમાણ વધુ હોય તેવા વિસ્તારોમાં વીમા પ્રીમિયમ (Insurance premium) વધુ હોઈ શકે છે.


વાહન વીમો લેવાના ફાયદા

વાહન વીમો માત્ર વાહનને થતા નુકસાન સામે આર્થિક સુરક્ષા આપતો નથી, પરંતુ અકસ્માત કે અન્ય અણધારી પરિસ્થિતિમાં વાહન માલિકને વિવિધ પ્રકારની નાણાકીય અને કાયાદાકીય સુરક્ષા (Legal security) પણ આપે છે.


1. આર્થિક સુરક્ષા

આગ, અકસ્મત, ચોરી સહિતની વિવિધ પરિસ્થિતિમાં વાહનને નુકસાન થાય તો પોલિસીની શરતો મુજબ રિપેરિંગ અથવા વાહન બદલવાના ખર્ચ માટે વીમો મદદરૂપ થઈ શકે છે.


2. થર્ડ-પાર્ટી જવાબદારી સામે સુરક્ષા

જો તમારા વાહનથી અકસ્માત થાય અને અન્ય વ્યક્તિને ઈજા પહોંચે/તેની મિલકતને નુકસાન થાય, તો થર્ડ-પાર્ટી કવર અંતર્ગત વીમા પોલિસીની શરતો અને મર્યાદા મુજબ વળતર મળી શકે છે.


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Tags :insurancemotorautoinsurancepersonalfinance
Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. હોસ્પિટલ કંપનીઓના શેર્સ કેટલા મોંઘા? 38 શેરનું વેલ્યુએશન એનાલિસિસ
  2. AIથી વધતા સાયબર જોખમ પર SEBI એલર્ટ: હવે IT ટીમ નહીં, કંપનીના બોર્ડે પણ લેવી પડશે જવાબદારી
  3. Parag Parikh Flexi Cap Fund: રિટર્નની રેસમાં ફરી રફ્તાર પકડશે?
  4. Horizon Industrial Parks IPOને Day 1 પર ઠંડો પ્રતિસાદ, માત્ર 14% Subscription

Economy

See more
  1. $52.3 billionની Dollar Inflow બાદ RBIએ FCNR(B) Window વહેલી બંધ કરી, Cost નહીં Target મુખ્ય કારણ: SBI Research
  2. વિકસિત ભારતની financing જરૂરિયાત માટે સરકાર બનાવશે high-level panel
  3. ગલ્ફ દેશોમાં ચાલતા યુદ્ધથી ભારતનાં રિયલ એસ્ટેટમાં કેમ ઉદાસી છવાઈ
  4. Q1FY27માં ભારતનું Balance of Payments $8.1 અબજના ખાધમાં, જૂનમાં સ્થિતિ સુધરી
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  2. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના
  3. REIT: રિયલ એસ્ટેટમાં ઓછી મૂડીથી રોકાણ કરો અને કમાવો નિયમિત ડિવિડન્ડ
  4. વાહન વીમો લેતા પહેલાં આ જાણો! પ્રકાર, કવરેજ, પ્રીમિયમ અને ફાયદા

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM