KuberaNowLogo
Tuesday, 18/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

WhatsApp

+91 99042 77760

નાની ઉંમરે લાઇફ ઇન્શ્યોરન્સ ખરીદવાના છે અગણિત ફાયદા

લાઇફ ઇન્શ્યોરન્સ એ એક કરાર છે, તમારો સમયસર લેવાયેલો એક નિર્ણય તમારા પરિવારને લાંબાગાળાએ આર્થિક રીતે સુરક્ષિત કરે છે.

KuberaNow
desk@kuberanow14 Aug 2026
InstagramFacebookXLinkedIn
Life Insurance
લાઇફ ઇન્શ્યોરન્સ લેવાથી તમારા પરિવારને આર્થિક સુરક્ષા મળે છે

આપણે શેરબજાર, સ્થાયી મિલકત, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા 100 વખત વિચારતા હોઈએ છે કે સારૂં રિટર્ન મળશે કે નહીં. પણ સાથે સાથે આપણે પોતાના અને પરિવારનાં ભવિષ્યને લઈ બહું વિચારતા નથી. વ્યક્તિએ પોતાની હયાતીમાં જ પરિવારને આર્થિક કવચ આપવા જીવન વીમો લેવો જોઈએ, તેવી સલાહ નિષ્ણાતો આપે છે.


લાઇફ ઇન્શ્યોરન્સ શું છે?

લાઇફ ઇન્શ્યોરન્સ એ એક કરાર છે, જેમાં તમે નિયમિત રીતે પ્રીમિયમ ચૂકવો છો અને જો પોલિસી સક્રિય હોય ત્યારે વીમાધારકનું મૃત્યુ થાય તો કંપની ડેથ બેનિફિટ ચૂકવે છે. સમયસર લેવાયેલો ઓછા ખર્ચે વધુ સુરક્ષા આપતો લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાન તમારા પરિવારને લાંબાગાળાએ લાભ આપે છે.


લાઇફ ઇન્શ્યોરન્સ લેવાના જાણો ફાયદા


ઓછું પ્રીમિયમ ચુકવવું પડે

લાઇફ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ તમારી ઉંમર પર આધારિત હોય છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ પ્રીમિયમ પણ વધતું જાય છે. ઇન્શ્યોરન્સ કંપનીઓ યુવાઓને ઓછા જોખમવાળા માનતી હોવાથી તેમને ઓછા પ્રીમિયમ પર વીમા કવરેજ મળે છે. આ પ્રીમિયમ સમગ્ર પોલિસી ટર્મ દરમિયાન સામાન્ય રીતે સ્થિર રહે છે. મોડી ઉંમરે પોલિસી ખરીદવાથી વધુ પ્રીમિયમ ચૂકવવું પડે છે જ્યારે તેની સરખામણીએ તમે ઓછા પ્રીમિયમે પોલિસી ખરીદી શકો છો.


પરિવાર સુરક્ષિત રહે છે

લાઇફ ઇન્શ્યોરન્સ લેવાથી તમારા પરિવારને આર્થિક સુરક્ષા મળે છે. તમારા મૃત્યુ બાદ પોલિસી (નોમિની)પરિવાર માટે આર્થિક જરૂરિયાતો પૂરી કરવા નાણાકીય આધાર બને છે.


લાઇફ ઇન્શ્યોરન્સ પર GSTમાં છૂટ

 22 સપ્ટેમ્બર, 2025થી તમામ પર્સનલ લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી અને હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીમાં ફેમિલી ફ્લોટર પોલિસીનો પણ સમાવેશ થાય છે, તેના પર GSTમાં છૂટ આપવામાં આવી છે. સાથે જ આ છૂટ રિઇન્શ્યોરન્સને પણ લાગુ પડે છે. અગાઉનો 18% GST દૂર થવાથી વીમા પ્રીમિયમનો ખર્ચ પણ ઘટ્યો છે.

 

જીવન વીમો લેતી વખતે ટેક્સમાં કેટલી છુટ મળે છે?

ભારતમાં આવકવેરા કાયદા હેઠળ Life Insurance લેવાથી મુખ્યત્વે 3 રીતે ટેક્સમાં છૂટ મળે છે:


1. પ્રીમિયમ ચુકવણી પર ટેક્સમાં છૂટ (કલમ 80C)

જૂની કર વ્યવસ્થા (Old Tax Regime): કલમ 80C હેઠળ એક નાણાકીય વર્ષમાં ચૂકવેલા પ્રીમિયમ પર મહત્તમ ₹1,50,000 સુધીની કર મુક્તિ (Tax Deduction) મળે છે.

1 એપ્રિલ 2013 પછી લીધેલી પોલિસી માટે વાર્ષિક પ્રીમિયમ, પોલિસીની સમ એશ્યોર્ડ (Sum Assured - વીમાની રકમ)ના 10% થી વધુ ન હોવું જોઈએ. જો વધારાનું હોય, તો 10%ની મર્યાદા સુધી જ છૂટ મળે છે.


2. પોલિસીની પરિપક્વતા (Maturity) અને ડેથ બેનિફિટ પર ટેક્સમાં છૂટ (કલમ 10(10D))

મૃત્યુ દાવો (Death Benefit): પોલિસીધારકના અવસાન પર વારસદારને મળતી તમામ રકમ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી (કરમુક્ત) હોય છે.

મેચ્યોરિટી (Maturity Benefit): પોલિસી પાકતી મુદતે મળતી રકમ પર ટેક્સ મુક્તિ મળે છે.


જોકે, નીચેની શરતો લાગુ પડે છે:

1 એપ્રિલ 2023 પછી લીધેલી એવી તમામ પોલિસીઓ (Term Insurance સિવાય) કે જેનું કુલ વાર્ષિક પ્રીમિયમ ₹5 લાખ કરતાં વધુ હોય, તેની મેચ્યોરિટી રકમ પર નિયમ મુજબ ટેક્સ લાગશે. વાર્ષિક પ્રીમિયમ પોલિસીના Sum Assuredના 10%થી વધુ ન હોવી જોઈએ.


3. હેલ્થ રાઇડર/મેડિકલ કવર પર છૂટ (કલમ 80D)

જો તમે જીવન વીમા પોલિસી સાથે Critical illness (ગંભીર બીમારી) કે હેલ્થ રાઇડર ખરીદો છો, તો તેના પ્રીમિયમ પર કલમ 80D હેઠળ ₹25,000 થી ₹50,000 સુધી (ઉંમરના આધારે) વધારાની ટેક્સ છૂટ મળી શકે છે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Tags :lifeinsuranceinsurancepersonalfinance
Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. મધ્યપૂર્વની અનિશ્ચિતતા અને ક્રૂડમાં ઉછાળાથી બીએસઇ સેન્સેક્સ 493 પોઇન્ટ ઘટ્યો
  2. હોસ્પિટલ કંપનીઓના શેર્સ કેટલા મોંઘા? 38 શેરનું વેલ્યુએશન એનાલિસિસ
  3. AIથી વધતા સાયબર જોખમ પર SEBI એલર્ટ: હવે IT ટીમ નહીં, કંપનીના બોર્ડે પણ લેવી પડશે જવાબદારી
  4. Parag Parikh Flexi Cap Fund: રિટર્નની રેસમાં ફરી રફ્તાર પકડશે?

Economy

See more
  1. ભારતની ટેન્કર નિકાસમાં છ ગણાથી વધુ ઉછાળો, Q1માં આંકડો $1.36 અબજને પાર
  2. મોંઘી ખાંડથી દેશવાસીઓને મળશે રાહત, 100% Import Duty ઘટાડવાની સરકારની તૈયારી
  3. $52.3 billionની Dollar Inflow બાદ RBIએ FCNR(B) Window વહેલી બંધ કરી, Cost નહીં Target મુખ્ય કારણ: SBI Research
  4. વિકસિત ભારતની financing જરૂરિયાત માટે સરકાર બનાવશે high-level panel
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  2. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના
  3. REIT: રિયલ એસ્ટેટમાં ઓછી મૂડીથી રોકાણ કરો અને કમાવો નિયમિત ડિવિડન્ડ
  4. વાહન વીમો લેતા પહેલાં આ જાણો! પ્રકાર, કવરેજ, પ્રીમિયમ અને ફાયદા

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM